Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચન્દ્રયાન-૩ વિષે મુન્શી બી.એડ. મહિલા કોલેજમાં રંગોળી-ચિત્ર સ્પર્ધા યોજાય...

ચન્દ્રયાન-3 વિષે સુંદર રંગોળી અને ચિત્ર સ્પર્ધામાં મુન્શી મહિલા બી.એડ. કોલેજની એફ.વાય. બી.એડ.ની 30 તાલીમાર્થીઓએ ચિત્ર સ્પર્ધા અને ૨૫ તાલીમાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ભરૂચ : ચન્દ્રયાન-૩ વિષે મુન્શી બી.એડ. મહિલા કોલેજમાં રંગોળી-ચિત્ર સ્પર્ધા યોજાય...
X

મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત મુન્શી મહિલા બી.એડ. કોલેજ તથા પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ગુજકોસ્ટ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ચન્દ્રયાન-3ના લેંડિંગ અન્વયે ચન્દ્રયાન-3 વિષે સુંદર રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચન્દ્રયાન-3 વિષે સુંદર રંગોળી અને ચિત્ર સ્પર્ધામાં મુન્શી મહિલા બી.એડ. કોલેજની એફ.વાય. બી.એડ.ની 30 તાલીમાર્થીઓએ ચિત્ર સ્પર્ધા અને ૨૫ તાલીમાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ તાલીમાર્થીઓ દ્વારા બનાવેલી કલાકૃતિનું નિર્ણયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપી પરમલોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે મિયાજી જુવેરિયા, બીજા ક્રમે પટેલ નીલોફર અને ત્રીજા ક્રમે શેખ સુલેના વિજેતા બની હતી, જ્યારે રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે અરુણા ગ્રુપ, બીજા ક્રમે પ્રિયંકા ગ્રુપ અને ત્રીજા ક્રમે ઉજમા ગ્રુપ વિજેતા જાહેર થયા હતા. જે બદલ મુન્શી ટ્રસ્ટ અને મુન્શી મહિલા બી.એડ. કોલેજ વતી અભિનંદન આપ્યા હતા.

Next Story