Connect Gujarat
ભરૂચ

ભરૂચ: VNSGUમાં વિદ્યાર્થીઓ પર દમન ગુજારનાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની ABVPની માંગ

ઉમરા પોલીસે વિદ્યાર્થીઓ પર કરેલા લાઠીચાર્જના વિરોધમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

X

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગરબાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉમરા પોલીસે વિદ્યાર્થીઓ પર કરેલા લાઠીચાર્જના વિરોધમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભરૂચ કલેક્ટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી દ્વારા નવરાત્રિ નિમિત્તે યોજાયેલા ગરબાનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માણી રહ્યા હતા આ ગરબાનો કાર્યક્રમ યુનિવર્સિટીની અનુમતિ અને કોરોનાની ગાઈડ લાઇનને અનુસરીને યોજાયો હતો આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રશાસન હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉત્સાહ સાથે ભાગ લઇ રહ્યા હતા આ કાર્યક્રમમાં યુનિવર્સિટી પ્રશાસનની મંજૂરી વગર ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ કિરણ મોદી સહિતના પોલીસકર્મીઓ ગરબા પંડાલમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરી વિદ્યાર્થીઓની જબરજસ્તીથી ધરપકડ કરી કરવામાં આવી હતી ત્યારે દમન ગુજારનાર પોલીસકર્મીઓ સામે પગલા ભરવાની એ.બી.વી.પી.દ્વારા માંગ કરવામાં આવી છે

Next Story