ભરૂચ તાલુકાના બંબુસર ગામ નજીક નબીપુર ઝનોર રોડ ઉપર રાત્રીના 10 વાગ્યાના અરસામાં કાર અને આઈસર ટેમ્પાનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 7 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર કાર નંબર જી.જે.16 કે 6593નો ચાલક નબીપુર તરફથી ઝનોર તરફ જઈ રહ્યો હતો અને આઇસર ટેમ્પો નંબર જી.જે 20 યું 3201 ઝનોર તરફથી નબીપુર તરફ જઈ રહ્યો હતો તે સમયે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા આઇસર ટેમ્પાના આગલા ભાગે ધડાકાભેર ભટકાયો હતો એમાં કારમાં સવાર 3 લોકોને અને આઇસર ટેમ્પામાં સવાર 4 લોકોને એમ કુલ 7 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની તપાસ પોલીસ ચલાવી રહી છે