/connect-gujarat/media/post_banners/321a5a750c2f7869ce0ee89d0df75c0014b8c42a262932d77572cbbac5d2d851.webp)
જંબુસર તાલુકામાં કાર્યરત ઇન્સ્ટિટયૂટ ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વૃદ્ધિ અંતર્ગત પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી આંગણવાડી કેન્દ્રનુ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આઈ જીડીપી મહિલાઓ, બાળકો તેમજ કિશોરીઓ માટે પ્રાથમિક આરોગ્ય સંભાર સાથે આરોગ્ય સેવાઓ પર કાર્ય કરી સર્વાંગી વિકાસને આઈજીડી સીઈઓ પવન કુમાર વર્મા ની સુચના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ગૌરી રાઠીના માર્ગદર્શન હેઠળ પ્રોત્સાહન આપી રહ્યા છે. જંબુસર તાલુકાના 16 ગામોમાં 66 આંગણવાડી કેન્દ્ર સાથે 19 પ્રાઈમરી, સાત સેકન્ડરી શાળા સાથે કામ કરે છે. ઝીરો થી છ વર્ષના 2,208 બાળકોનું સ્ક્રિનિંગ કર્યું જેમાં 174 સેમ, 501 મેમ બાળકો છે 423 ઘરની સગર્ભા ધાત્રી બહેનોની મુલાકાત તથા 1397 કિશોરીઓને મળી પોષણ લક્ષી માર્ગદર્શન કર્યા. 294 શિક્ષકો સાથે સંવાદ કર્યો છે તેમ વિષ્ણુભાઈ જણાવ્યું હતું. સામોજ ગામે આંગણવાડી કેન્દ્ર 26 નું નવીનીકરણ કરી ચિત્રો બનાવી બાળકોને મનગમતી બનાવી છે. જેનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે icds પીઓ નિલેશભાઈ પટેલ, પીઆઈ ફાઉન્ડેશન હેડ અમરેન્દ્રસિંહ, પીઆઇ એચ આર હેડ હિતેશભાઈ ઇનામદાર, ટી એચ ઓ ઓમકાર દેસાઈ, સહિત ઉપસ્થિત રહ્યા હતા.