ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરીત ઈમારતના મોટા કોંક્રિટના પોપડા ધસી પડવાના કારણે નીચે વ્યવસાય કરતા દુકાનદારો અને રાહદારીઓ ના જીવનું જોખમ ઊભું થયું છે ત્યારે નગરપાલિકાની લાપરવાહીથી કોઈ નિર્દોષનો ભોગ લે તેવો ભય ઊભો થયો છે
ભરૂચ શહેરના નગરપાલિકાની હદમાં આવતા કેટલાય વર્ષો જૂના શોપિંગ સેન્ટર જર્જરિત બની ગયા છે અને આ જર્જરીત ઈમારતો નિર્દોષ લોકો માટે મોત સમાન સાબિત થઇ રહી છે. ત્યારે ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ પર આવેલા રોયલ કોમ્પ્લેક્સના ચોથા માળની તમામ ઇમારતો અત્યંત જર્જરિત બની ગઈ છે. ત્યારે આવા જર્જરિત શોપિંગ સેન્ટર નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લે તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થયા છે. એટલું જ નહીં આ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીના પણ સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. ભરૂચના કોર્ટ રોડ ઉપર આવેલા નર્મદા એપાર્ટમેન્ટના ૨૫ શોપિંગ સેન્ટરો અત્યંત જર્જરિત બની ગયા છે અને કેટલાય શોપિંગ સેન્ટરોની ધાબા ઉપર પડવા સાથે ધાબાઓ પર ધસી પડયા છે પરંતુ ભરૂચ નગરપાલિકા એ નર્મદા એપાર્ટમેન્ટ જર્જરીત ઈમારત મુદ્દે માત્ર નોટિસ આપી સંતોષ માની રહી છે નર્મદા એપાર્ટમેન્ટ ની જર્જરીત ઈમારત ના પોપડા ધસી પડવાના કારણે કેટલાય લોકો ઈજાગ્રસ્ત તો પણ બન્યા
ભરૂચ શહેરના સતત વાહનો અને વેપારીઓથી ધમધમતા વિસ્તારમાં પાંચ બત્તી સર્કલ નજીક બી.જી ટ્રેડ સેન્ટર આવેલું છે અને આ શોપિંગ સેન્ટર અંદાજીત ૩૫ થી ૪૦ વર્ષ જૂનું હોવાના કારણે સંપૂર્ણ શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત બની ગયું છે અને જર્જરીત બની ગયેલા શોપિંગ સેન્ટરના લોખંડના સળીયા કટાઈ જવાના કારણે કોન્ક્રીટના મસમોટા સ્લેબના પોપડા પડી રહ્યા ત્યારે ભરૂચ નગરપાલિકા જ જર્જરીત ઈમારત મુદ્દે કોઇ કાર્યવાહી ન કરતાં સંપૂર્ણ શોપિંગ સેન્ટર નીચે દુકાનમાં વ્યવસાય કરતાં વેપારીઓના જીવનું જોખમ ઊભું કરી રહી છે ત્યારે ભરૂચ નગરપાલિકા જર્જરિત બની ગયેલા શોપિંગ સેન્ટર મુદ્દે કોમ્પ્લેકસના સંચાલકો અથવા તો ઓફિસ દુકાનના સંચાલકો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે .