Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદા નદીનું જળસ્તર વધતા ધરતીનો તાત ખેતરમાં માછલી પકડવા મજબૂર,જુઓ શું છે પરિસ્થિત.!

નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થતાં નર્મદા નદી કિનારે આવેલા ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.

X

ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થતાં નર્મદા નદી કિનારે આવેલા ખેતરો બેટમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદીએ તેની ભયજનક સપાટી વટાવી છે અને નદી બે કાંઠે વહી રહી છે ત્યારે પૂરના પાણી નર્મદા કાંઠે આવેલા ગામના ખેતરમાં ફરી વળ્યા છે. નર્મદા નદીના કિનારે આવેલ બોરભાઠા,કાંસિયા અને જૂના કાંસિયા ગામના ખેતરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે જેના પગલે ખેડૂતોના ઊભા પાકને નુકશાન થઈ રહ્યું છે. નર્મદા કાંઠે આવેલ ફળદ્રૂપ જમીનમાં ખેડૂતો શાકભાજીનું વાવેતર કરે છે પરંતુ પુરના પાણીએ શાકભાજીના પાકનો જાણે દાટ વાળી દીધો છે.

લગભગ 37 હેક્ટર જેટલી જમીનમાં શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે જેમાં કારેલાં પરવર,ગલકા અને દૂધી સહિતનો ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. શાકભાજીનો પાક નષ્ટ થતાં ખેડૂતોએ આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. જે ખેતરમાંથી શાકભાજીનો પાક લઈ જીવન નિર્વાહ કરવામાં આવતું હતું એ જ ખેતરમાં ખેડૂતો માછલી પકડી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. આ અંગે ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ છે આમ છતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાયતા નથી કરવામાં આવી નથી અને આવી વિકટ પરિસ્થિતિમાં કોઈ મુલાકાત લેવા પણ નથી આવ્યું

Next Story