/connect-gujarat/media/post_banners/289cbb08bff7d093da73473155f62abec408a52f38d585e0d3cd6f7561273441.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીનો પુલની બિસ્માર હાલત થતાં વાહનકહલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
હાલ ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ વચ્ચે આવેલ ઢાઢર નદીના પુલ પર મસમોટા ખાડા પડ્યા છે. જેથી આ પુલ બિસ્માર હાલતમાં આવી જતાં વાહનકહલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ બ્રિજ પરથી ભરૂચ, જંબુસર, વડોદરા સહિત સૌરાષ્ટ્ર જવા માટે હજરોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. તો બીજી તરફ, જંબુસરથી ભરૂચને જોડતો આ મુખ્ય માર્ગ છે. સમારકામના અભાવે આ બ્રિજ બિસ્માર થઈ જતા વાહનો ચાલકોમાં ભય જોવા મળ્યો છે, ત્યારે હવે બ્રિજનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.