Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડિયાના રાયસીંગપુરા ગામે બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન, ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે બિરસા મુંડા જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યુવા રમતવીરો માટે બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે બિરસા મુંડા જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યુવા રમતવીરો માટે બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના ઝઘડિયાના રાયસીંગપુરા ગામ ખાતે બિરસા મુંડા જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના યુવાનો માટે બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનતા કા રાજ ગ્રુપ દ્વારા યુવાનોને જોડાવા માટે આહ્વાન કરાયું હતું. ગત વર્ષે પણ બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 ટીમના 2200 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો, અને વિજેતા ટીમને બાઈકની ભેટ આપવામાં આવી હતી, ત્યારે આ વર્ષે પણ બિરસા મુંડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઝઘડિયા વિધાનસભા ભાજપ ઉમેદવાર રીતેશ વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story