/connect-gujarat/media/post_banners/9d3aba0b9b205c048116e0fb202c9255a27f8a2d4d2a16175c0d2b7904294705.webp)
ભરૂચ 153 વિધાનસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ આજરોજ વેજલપુર વિસ્તારમાં જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર થતાં જ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારના કાર્યક્રમને તેજ બનાવ્યો છે, ત્યારે ભરૂચ 153 વિધાનસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ આજરોજ તેઓના જન્મ સ્થળ એવા ભરૂચના વેજલપુર વિસ્તાર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો, ત્યારે ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપાના ઉમેદવાર રમેશ મિસ્ત્રીના સમર્થકો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા.