ભરૂચ : મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પૂર્વે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાય

મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પૂર્વે ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

મહારાણા પ્રતાપ ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમજ સખત પ્રતિજ્ઞા માટે અમર થઈ ગયું છે. મહારાણા પ્રતાપે કેટલાંય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય અને લોકોના જીવ બચાવવા વર્ષો સુધી અથાગ સંઘર્ષ કર્યો હતો. તેમની યશ ગાથા અને રજપૂત સમાજ માટે આપેલા બલિદાનને આજે પણ રાજપૂત સમાજ યાદ કરી દર વર્ષે મહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનોએ રક્તદાન એ મહાદાનની ભાવના સાથે સમાજ ઉપયોગી સેવામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિના હરદીપસિંહ રાઉલજી, વિરપાલ અટોદરિયા સહિત રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories