/connect-gujarat/media/post_banners/64d46986053f25b709f841bbcac86d52cc4ca59a1df72255d0f4a406a2a79d49.jpg)
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સેવાકાર્યના ભાગરૂપે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું
રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એમ.આઈ.પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે ડો. કીરણ સી.પટેલ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર,સિવિલ હોસ્પિટલ ભરૂચ તેમજ HDFC બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં ૬૦થી વધુ યુનિટ રક્ત એકત્રીત કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમા રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ ડો.વિહંગ સુખડીઆ, રોટરી ક્લબના સેક્રેટરી ઊક્ષિત પરીખ,ઈવેન્ટ ચેરમેન રાહિલ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.