ભરૂચ:સી ડિવિઝન પોલીસે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું,ચાર આરોપી સહિત 7.54 લાખનો મુદામાલ જપ્ત

"સી" ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાવજ ગામની સીમ ખાતેથી ઘરેલુ ગેસની બોટલોમાંથી ગેસની ચોરી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ:સી ડિવિઝન પોલીસે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું,ચાર આરોપી સહિત 7.54 લાખનો મુદામાલ જપ્ત
New Update

ભરૂચ શહેર "સી" ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાવજ ગામની સીમ ખાતેથી ઘરેલુ ગેસની બોટલોમાંથી ગેસની ચોરી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ સી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે ચાવજ ગામની સીમ ખાતેથી ઘરેલુ વપરાશના ગેસના બોટલોમાંથી એલ્યુમીનીયમની ધાતુની પાઇપથી એક ગેસના બોટલમાંથી બીજા ગેસના બોટલમાં ગેસનું રીફીલીંગ કરી ચોરી કરતા ચાર ઈસમોને સ્થળ ઉપર ઝડપી પાડ્યા હતા.ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ આરોપીઓ લાલચંદ મોહનરામ બિસ્નોઈ, સમુંદર હરીરામ પુનીયા, મહિપાલ કિશનારામ ગોધારા, સુનીલભાઈ માંગીલાલ સીયાકને ઝડપી પાડી આરોપી સુભાષ બીશ્નોઈ વોન્ટેડ જાહેર કરી પોલિસે ઇન્ડેન ગેસ કંપનીના ઘરેલુ વપરાશના બોટલ નંગ-૮૭ તથા HP, ગેસ કંપનીના ધરેલુ વપરાશના બોટલ નંગ-૧૩ મળી ઘરેલુ વપરાશના કુલ્લ બોટલ નંગ-૯૫ કિંમત રૂપીયા ૨,૩૪,૩૨૦,મહીન્દ્રા બોલેરો પીક અપ ટેમ્પો નંગ-૦૧ કિ.રૂ ૫,૦૦,૦૦૦ અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ ૨૦,૦૦૦, રીફીલીંગ કરવાની પાઇપ નગ ૦૨ કિ.રૂ ૨૦૦, ભારત ગેસ કંપનીના માર્કાવાળા ઢાંકણ સીલ સાથેના નંગ-૦૫, કિં.રૂ.૦૦,H.P કંપનીના પ્લાસ્ટીકના સીલ નંગ-૨૧ સહિતના ફુલ કિમત રૂપીયા ૭,૫૪,૫૨૦૪ મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #arrested #C Division Police #gas refilling #Four Accused #gas refilling scam
Here are a few more articles:
Read the Next Article