ભરૂચ: પાંચબત્તી સર્કલ નજીક ખુલ્લી ગટરમાં કાર ખાબકી,2 લોકોનો આબાદ બચાવ

પાલિકાની ગંભીર બેદરકારીના પગલે વહેલી સવારે પાંચબત્તી વિસ્તારમાં ખુલ્લી ગટરમાં કાર ખાબકી હતી જેમાં બે લોકોનો આબાદ બચાવ થયો છે.

New Update
ભરૂચ: પાંચબત્તી સર્કલ નજીક ખુલ્લી ગટરમાં કાર ખાબકી,2 લોકોનો આબાદ બચાવ

ભરૂચ પાલિકાની ગંભીર બેદરકારીના પગલે વહેલી સવારે પાંચબત્તી વિસ્તારમાં ખુલ્લી ગટરમાં કાર ખાબકી હતી જેમાં બે લોકોનો આબાદ બચાવ થયો છે.

ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે પાંચબત્તી વિસ્તારમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.આજરોજ વહેલી સવારે પાંચબત્તી સર્કલ પાસે ખુલ્લી ગટરમાં કાર ખાબકી હતી જેને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પાલિકા દ્વારા ગટરનું સમારકામ કરી કાદવ કીચડ રોડ પર જ રહેવા દેતા આ દુર્ઘટના સર્જાઇ હતી. સદનસીબે આ ઘટનામાં કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો. ક્રેનની મદદ વડે કારને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો પાંચસર્કલ વિસ્તારમાં ભેગા થઈ ગયા હતા

Latest Stories