ભરૂચ : વિશ્વના પ્રથમ એન્જિનિયર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી

દેવોના એન્જિનિયર તરીકે જાણીતા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : વિશ્વના પ્રથમ એન્જિનિયર ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી

દેવોના એન્જિનિયર તરીકે જાણીતા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ભરૂચ શહેર તથા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.

ભરુચ સ્થિત વિશ્વકર્મા મંદિરમાં વિશ્વના પ્રથમ એંજિનિયર એટલે કે ભગવાન વિશ્વકર્માની જયંતિની સાદગીપુર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મહા સુદ તેરસના દિવસે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાતી આવે છે. આજે વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે વિશ્વકર્મા મંદિર ખાતે ભગવાનની શાસ્ત્રોકત વિધિથી પુજા અર્ચના કરવામાં આવી...ફેક્ટરીઓ અને ઔદ્યોગિક એકમો, દુકાનો તથા વર્કશોપમાં કામદારોએ મશીનરીની પુજા કરી હતી. તેમણે વધુ સારા ભવિષ્ય, સલામત કાર્ય પરિસ્થિતિઓ અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા માટે પ્રાર્થના કરી છે.