/connect-gujarat/media/post_banners/6258a8d5b5477e3a8632d9dc5e33e77dbe89aec095040700fe48b9157fef5b5d.webp)
ભરૂચની મામલતદાર કચેરી સામે પુત્રીના ઘરે જતી માતાના ગળામાંથી સોનાના પેન્ડલ સાથેની ચેઈન તોડી ગઠીયો ફરાર થઇ ગયો હતો વાગરા તાલુકાના કલમ ગામના પરમાર ફળિયામાં રહેતા અંબાબેન માથુર વાઘેલા ગતરોજ ભરૂચ શહેરમાં આવેલ ઉન્નતી નગર સોસાયટીમાં રહેતી પોતાની પુત્રી પુષ્પાબેનના ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન શક્તિનાથથી મામલતદાર કચેરી સામેથી ચાલતા-ચાલતા જતા હતા જેઓ ઉન્નતી નગર સોસાયટીમાં ચાર-પાંચ મકાન દુર હતા તે સમયે પાછળથી આવેલ અજાણ્યા ઇસમેં મહિલાના ગળામાં સોનાના પેન્ડલ સાથેની ચેઈન રૂપિયા ૫૦ હજારની તોડીને ભાગી રહ્યો હતો તે વેળા મહિલાએ બુમરાણ મચાવતા સોસાયટીના રહીશો એકઠા થઇ ગયા હતા અને ચેઈન તોડી ભાગી રહ્યો હતો તેને પકડવા જતા તે નજીકમાં મુકેલ બાઈક લઇ ફરાર થઇ ગયો હતો.બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.