ભરૂચ : નાતાલ પર્વ નિમિત્તે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દી-બાળકોને કરાયું ચોકલેટ-બિસ્કિટનું વિતરણ

108 ઈમરજન્સી સેવા દ્વારા કરાય નાતાલ પર્વની ઉજવણી, સિવિલ હોસ્પિટલમાં દર્દી-બાળકોને ચોકલેટ-બિસ્કિટનું વિતરણ

New Update
ભરૂચ : નાતાલ પર્વ નિમિત્તે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દી-બાળકોને કરાયું ચોકલેટ-બિસ્કિટનું વિતરણ

માનવજાત માટે વરદાનરૂપ 108 સેવા કટોકટીના સમયમાં સર્વશ્રેષ્ઠ સેવા પ્રદાન કરવાની સાથે જ વિશ્વાસનું પણ પર્યાય બની છે, ત્યારે નાતાલ પર્વ નિમિત્તે 108 ઈમરજન્સી સેવા દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

તા. 25 ડિસેમ્બરના રોજ દુનિયાભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે 108 ઈમરજન્સી સેવા દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટના કર્મચારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને બાળકોને ચોકલેટ તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ તથા એમ.એચ.યુના PC સચિન સુથાર સહિત મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ, સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ પહોંચી ન શક્યું

સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..

New Update
  • અંકલેશ્વરના ગડખોલ વિસ્તારનો બનાવ

  • સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ

  • શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી

  • શાળા છૂટયા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી

  • સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ ન પહોંચી શક્યું

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ શાળામાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જોકે સાંકડી ગલીઓના કારણે ફાયર  વિભાગ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. તો આ તરફ શાળામાં રહેલ ફાયર ઇન્સ્ટિગયૂટર સહિતના સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગમાં શાળામાં રહેલ ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું.સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાળામાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી કહી શકાય.
Latest Stories