ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતે 4થી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પનું આયોજન, નવજાત બાળકના પગનું વાંકાપણું કરી શકાશે દૂર

સિવિલ હોસ્પિટલ ખાતે ક્લબ ફૂટ કેમ્પનું આયોજન ચોથી ડિસેમ્બર સુધી કેમ્પનું આયોજન

New Update
ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતે 4થી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પનું આયોજન, નવજાત બાળકના પગનું વાંકાપણું કરી શકાશે દૂર

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ ચોથી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવજાત બાળકના પગનું વાંકાપણું દૂર કરવાની સારવાર આપવામાં આવી રહી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તારીખ ચોથી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પ યોજાય રહયો છે. ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ક્યોર ઇન્ટરનેશનલ ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર 1 હજાર બાળકે 1 બાળકને આ પ્રકારની બીમારી હોય છે જેમાં નવજાત બાળકના પગ વાંકા વળી જાય છે જેની સમયસર સારવાર કરવામાં આવેતો તે સામાન્ય બાળકની જેમ હરફરી શકે છે. હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 75 બાળકો સારવાર લઈ રહ્યા છે જે પૈકી 50 ટકા બાળકો સાજા થયા છે અને બાકીના બાળકોની સારવાર ચાલી રહી છે. સૌ પ્રથમ પ્લાસ્ટ કરવામાં આવે છે અને ત્યાર બાદ ઓપરેશન પણ કરવામાં આવે છે.

Latest Stories