/connect-gujarat/media/post_banners/0afb75cee779f3bd19a9b240b5eea7fc39e88f0b8a5ffeead28f3395e697ed93.jpg)
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી અંહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલેક્ટર તુષાર સુમેરા પરિવાર સાથે જોડાયા હતા
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી હાલ ચાલી રહ્યું છે ત્યારે ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવ યોજાય રહ્યો છે જેમાં ગતરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તેમના પરિવારજનો સાથે જોડાયા હતા. કલેક્ટર તુષાર સુમેરા, તેમના પરિવારજનોએ, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ તેમજ પોલીસ અધિકારીઓએ માતાજીની આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો ત્યાર બાદ ગરબે ઘુમી માતાજીની આધના કરી હતી