ભરૂચ: આમ આદમી પાર્ટીના નેતા મનહર પરમાર અને તેના પુત્ર સામે વ્યાજખોરી અંગેની ફરિયાદથી ચકચાર

લિંકરોડ પર રહેતાં AAPના નેતા અને પુર્વ નગરસેવક મનહર પરમાર અને તેમના પુત્ર વિરૂદ્ધ વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે

ભરૂચ: આમ આદમી પાર્ટીના નેતા મનહર પરમાર અને તેના પુત્ર સામે વ્યાજખોરી અંગેની ફરિયાદથી ચકચાર
New Update

ભરૂચના લિંકરોડ પર રહેતાં AAPના નેતા અને પુર્વ નગરસેવક મનહર પરમાર અને તેમના પુત્ર વિરૂદ્ધ વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી છે

ભરૂચના કુકરવાડા ખાતે રહેતાં જિતેન્દ્ર પ્રભુ પ્રજાપતિ તેમજ તેમની પત્નીએ રૂપિયા જોડી વર્ષ 2012માં શ્રી રેસિડન્સીમાં મકાન ખરીધ્યુ હતું. અરસામાં વર્ષ 2014માં તેમના જિતેન્દ્રને ધંધાર્થે રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં શહેરના લિંકરોડ પર આવેલાં એચઆઇજી અંબામાતા મંદિર પાસે રહેતાં અને રાજકિય આગેવાન અને પુર્વ નગર સેવક મનહર મગન પરમાર પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધાં હતાં. જે બાદ તેમણે તબક્કાવાર 1.40 લાખ ચુકવી દીધાં બાદ તેમની સ્થિતી ન હોઇ રૂપિયા નહીં ચુકવી શકતાં મનહર પરમારે તેને ધમકાવી તેમને મકાન ખાલી કરાવી કબજો લઇ લીધો હતો.જેથી તેઓ ભાડેથી મકાન રાખી રહેતાં હતાં. દરમિયાનમાં 2016માં તેમની પાસે રૂપિયાની સગવડ થતાં તેમણે મનહર પરમારના કહેવાથી તેમના પુત્ર કેતનના ખાતામાં 8.50 લાખ તેમજ 2.50 લાખના બે ચેક નાંખી ક્લિયર કરાવ્યાં હતાં. જે બાદ તેમણે પોતાના મકાનની માગણી કરતાં હજી તેમનું વ્યાજ બાકી છે તેમ કહીં તેમનું મકાન પચાવી પાડી પરત કરવામાં ગલ્લાતલ્લા કરતાં હતાં. આખરે તેમણે કંટાળીને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનહર પરમારની પત્ની ઇન્દુમતિ વિરૂદ્ધ સરકારી સસ્તા અનાજની દુકાનમાં ઉચાપત કરવાના ગુનામાં 5 વર્ષની કેદ અને 29 હજારનો દંડનો હુકમ બે દિવસ અગાઉ જ કોર્ટે કર્યો છે ત્યારે હવે મનહર અને તેના પુત્ર કેતન વિરૂદ્ધ વ્યાજખોરીના ગુનામાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે

#Usury #Aam Aadmi Party leader #complaint #BeyondJustNews #Connect Gujarat #Manhar Parmar #Bharuch #Son
Here are a few more articles:
Read the Next Article