Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીના સત્તાધીશોની બેદરકારીના કારણે 6 શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટના કારણે છ શ્રમજીવીઓના મોત થતાં કોંગ્રેસ દ્વારા કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે

X

ભરૂચના દહેજમાં આવેલી ઓમ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટના કારણે છ શ્રમજીવીઓના મોત થતાં કોંગ્રેસ દ્વારા કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

દહેજમાં આવેલ ઓમ ઓર્ગેનિક કંપનીમાં ગત મોડી રાત્રે થયેલ બ્લાસ્ટની ઘટનામાં 6 કામદારોના મોત નિપજ્યાં હતા. આ મામલે ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર કંપનીમાં સેફ્ટીના સાધનો ન હોવાના કારણે આ દુર્ઘટના સર્જાય છે જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે અને જીવ ગુમાવનાર પરિવારો પર આફત આવી પડી છે ત્યારે કંપની સત્તાધીશો સામે કડક પગલા ભરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

Next Story
Share it