Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ સહિત આગેવાનોએ કર્યા કેસરિયા, ચૂંટણી પૂર્વે સર્જાયું મોટું ભંગાણ

X

ભરૂચ કોંગ્રેસમાં મોટુ ગાબડુ પડ્યું છે. તાજેતરમાં જ રાજીમાનું આપનાર શહેર કોંગ્રેસના પ્રમુખ વિકી શોખી સહિત 400 જેટલા આગેવાન ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપી દીધા હતા॰આજે રવિવારે તેઓ સત્તાવાર જાહેરાત મુજબ વિધિવત ભાજપમાં જોડાઈ ગયા હતા.

ભરૂચ ડિસ્ટ્રીકટ કો ઓ સહકારી બેંક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, મહામંત્રી નિરલ પટેલ,પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ધર્મેશ મિસ્ત્રી, સહિતનાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 400 જેટલા હોદેદારો અને કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના 2 હોદેદારોને ભાજપમાં આવકાર આપી કેસરિયો ખેસ પહેરાવાયો હતો.

આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે 2થી3 કાર્યકરો તેમના વ્યક્તિગત પ્રશ્નને લઈ ભાજપમાં જોડાયા છે પરંતુ 200થી400 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાત ખોટી છે

Next Story
Share it