/connect-gujarat/media/post_banners/8bfbab99811d0e19f3df00d3d6782e622a086e48760b362617c702f2318fe54d.jpg)
ભરૂચમાં 'બેરોજગારી હટાવો' અભિયાન અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
રાજયભરમાં કોંગ્રેસ દ્વારા સરકારની પાંચ વર્ષની ઉયજવણીના જુદા જુદા સરકારી કાર્યક્રમોની સામે સમાંતર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સતત પાંચમા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરાયું હતું અને 'બેરોજગારી હટાવો' અભિયાન અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી પાસે કોંગી કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ અને નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત ભાજપ સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રોજગાર કચેરીને તાળાબંધીનો કાર્યક્રમ આપાયો હતો. જોકે, તાળાબંધી પૂર્વે જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.