/connect-gujarat/media/post_banners/dd9afd4df899640d6dd22b9e5be0fc26dd84e177eb1a2a60e4d4ba6031c4ec33.jpg)
કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા નર્મદા જિલ્લામાંથી ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પ્રવેશી હતી. જ્યાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રેલી દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંબાજીથી ઉમરગામ સુધી નીકળેલી કોંગ્રેસ પ્રદેશ યુવા પરિવર્તન યાત્રા આજે ભરૂચ જિલ્લામાં આવી પહોંચી હતી. ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોવી ગામ નજીક ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રા રેલી સ્વરૂપે નેત્રંગમાં આવી પહોચતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકકુજી,કોંગેસ પાર્ટીના યુવા નેતા શેરખાન પઠાણ, નેત્રંગ તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ જયેશ વસાવા,ધારાસભ્ય પી.ડી.વસાવા, પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી સંદીપ માંગરોલા સહિતના આગેવાનોએ હાજર રહ્યા હતા.આ આગેવાનોએ પરિવર્તન યાત્રામાં આવેલા ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા,દક્ષિણ ગુજરાત ઝોનના નિરીક્ષક કે.સંદીપ સહિત આગેવાનોનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે કોંગ્રેસનાં આગેવાનોએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને જનતાને વિવિધ વચનો આપ્યા હતા અને આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી.