/connect-gujarat/media/post_banners/007b563661472e9ffc52310aad42362d1f2395885a2bb4dd12544b63e83173a6.jpg)
ભરૂચની રૂગટા સ્કૂલમાં મોબાઈલ એપ્લિકેશનના મુદ્દે સર્જાયેલ ગેરસમજથી વાલીઓ દ્વારા શાળા સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂગટા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની એટેન્ડન્સથી લઇ તમામ ગતિવિધિ અંગેની તૈયાર કરાયેલ મોબાઈલ એપ્લિકેશન માટે રૂ.500 ભરવાના શિક્ષકના મેસેજથી વાલીઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા.આ મુદ્દે એડમીનીસ્ટ્રેટરને રજૂઆત કરતા આ અંગે શિક્ષકોની પૂછતાછ કરી સમગ્ર મામલે થયેલ ગેરસમજ દૂર કરી આ મોબાઈલ એપ્લિકેશન કોઈ પણ વિદ્યાર્થી માટે ફરજિયાત ન હોવાનું જણાવી મામલો થાળે પાડયો હતો