/connect-gujarat/media/post_banners/0b344f1adb7dc4071b81efdfe8743c7cf499a7036aac88304f1d0cb62547cbc0.jpg)
રાજયમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધી રહયાં છે. કોરોનાના સંક્રમણે ફરીથી જેટ ગતિ પકડી હોય તેમ લાગી રહયું છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો બે પોઝીટીવ દર્દીઓ નોંધાય ચુકયાં છે જયારે 3 શંકાસ્પદ દર્દીઓ છે. કોરોનાની મહામારીની શરૂઆતથી જ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે વિશેષ વોર્ડ શરૂ કરાયો હતો.
કોરોનાના કેસ ઓછા થતાં કોરોના વોર્ડમાં દર્દીઓની સંખ્યા શુન્ય થઇ ગઇ હતી તેમજ તબીબોએ પણ પીપીઇ કીટ પહેરવાનું બંધ કરી દીધું હતું. હવે ફરીથી કોરોનાના દર્દીઓ આવી રહયાં છે ત્યારે તબીબો અને મેડીકલ સ્ટાફ ફરીથી પીપીઇ કીટમાં જોવા મળી રહયાં છે.