ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નર્મદા ચોકડી બ્રિજ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ટેમ્પા ચાલકની કરી અટકાયત, રૂ.2.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરુચ નેશનલ હાઇવે ઉપર નર્મદા ચોકડી બ્રિજ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો મળી કુલ 2.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

New Update
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નર્મદા ચોકડી બ્રિજ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ટેમ્પા ચાલકની કરી અટકાયત, રૂ.2.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરુચ એલસીબીએ ભરુચ નેશનલ હાઇવે ઉપર નર્મદા ચોકડી બ્રિજ પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઇસર ટેમ્પો મળી કુલ 2.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વડોદરા રેન્જ આઈ.જી સંદીપ સિંહ અને ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા અને હાઇવે,શહેરમાં અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી શંકાસ્પદ વાહનોને ચેક કરવા સહિત ગુનાહિત પ્રવૃતિ અટકાવવા આપેલ સૂચનાને આધારે ભરુચ એલસીબીના પી.આઈ એમ.પી વાળાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ.ડી.એ.તુવર સહિત સ્ટાફ નર્મદા ચોકડી બ્રીજ નીચે ઊભો હતો તે દરમિયાન આઇસર ટેમ્પો નંબર-જી.જે.16.એક્સ.8581માં લોખંડની ગ્રીલ, નટ, બોલ્ટ, પતરા, ડબ્બા સહિત અન્ય ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 3780 કિલો ભંગાર અને ટેમ્પો મળી કુલ 2.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અંકલેશ્વરના ચૌટાબજાર પોલીસ ચોકી સામે રહેતો ટેમ્પો ચાલક રાજેશકુમાર વસંતલાલ પંડ્યાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી.

Latest Stories