/connect-gujarat/media/post_banners/01730070c34241dc9ef4aaa7957c9ff00be6901ca694623dabb4a90088a4721a.jpg)
ભરૃચ જિલ્લા કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી કરણી સેનાના અધ્યક્ષની હત્યા કરનારાને ફાંસી આપવાની માંગણી કરવામાં આવી હતી
રાજસ્થાનમાં કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ઘોઘામેડીની ગોળી મારીને કરવામાં આવેલી હત્યા બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ભરૃચમાં કરણીસેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સુખદેવસિંહની હત્યા કરનાર તેમજ હત્યાની જવાબદારી લેનાર હત્યારી ગેંગને જડમૂળમાંથી ઉખેડી હત્યારાઓને તાત્કાલિક શોધી કાઢી ફાંસી આપી દાખલો બેસાડવાની માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત આ આવેદનપત્ર વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિને પોહચાડવા પણ જણાવાયું છે.