Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હિન્દુ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા હિન્દુસંગઠનોની માંગ,કલેક્ટરને કરવામાં આવી રજૂઆત

હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધની માંગ

ભરૂચ: હિન્દુ દેવી-દેવતાના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા હિન્દુસંગઠનોની માંગ,કલેક્ટરને કરવામાં આવી રજૂઆત
X

દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વેચાતા ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટકાડાનું વેચાણ બંધ કરાવવાણી માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વેચાતા ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટકાડાનું મોટાપાયે વેચાણ ચાલી રહ્યું છે જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે ત્યારે એકતા એજ લક્ષય સંગઠન,અખિલ ભારત હિન્દૂ મહાસભા ,ગૌ રક્ષા દળ વિરાટ બજરંગ દળના દીપાલી બારોટ,વિશાલ પટેલ,સંજય પટેલ,ગૌરવ પટેલ સહિતના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી કરવામાં આવી હતી કે હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એવાં દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં દિવાળીના પર્વને ધ્યાને લઈ ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે જેમાં બજારમાં દિવાળી નિમિત્તે વેચાતા મોટાભાગના ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટાકડાનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે.જે વહેલી તકે આવા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકી, પ્રતિબંધ મુક્યા બાદ પણ કોઈ વેપારી આ પ્રકારના ફટાકડાનું વેચાણ શરૂ રાખે તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Next Story