ભરૂચ : વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા કોંગ્રેસે યોજી તાલીમ શિબિર, AICCના ઇન્ચાર્જ રહ્યા ઉપસ્થિત

કોંગ્રેસના તમામ કાર્યકરો એક જૂથ થઈને ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરી તમામ સીટો પર જંગી વિજય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું

New Update
ભરૂચ : વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા કોંગ્રેસે યોજી તાલીમ શિબિર, AICCના ઇન્ચાર્જ રહ્યા ઉપસ્થિત

ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય સત્સંગ હૉલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કોંગ્રેસના તમામ કાર્યકરો એક જૂથ થઈને ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરી તમામ સીટો પર જંગી વિજય થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના ઇન્ચાર્જ બી.એમ.સંદીપ, દક્ષિણ ગુજરાત કોંગ્રેસ પ્રભારી બી. સાંધ્યકુમાર, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રભારી હરેશ વસાવા, નેશનલ ટ્રેનર ધવલ કીર્તિ દેસાઈ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ તેજપ્રીત શોખી, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, ભરૂચ પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories