Connect Gujarat
ભરૂચ

ભરૂચ : માંડવાબુર્ઝગ ખાતેની ડમ્પીંગ સાઇટનું કરાશે સ્થળાંતરણ, રોજના 500 ટન કચરાનું કરાશે સેગ્રીગેશન

ભરૂચ નગરપાલિકાની નેશનલ હાઇવે પર માંડવા બુર્ઝગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટને બંધ કરી દેવામાં આવી છે.

X

ભરૂચ નગરપાલિકાની નેશનલ હાઇવે પર માંડવા બુર્ઝગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટને બંધ કરી દેવામાં આવી છે. ડમ્પીંગ સાઇટ પર રહેલાં દોઢ લાખ ટન જેટલા કચરાનું અમરતપુરા ગામ નજીકની જગ્યામાં સેગ્રીગેશન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

માનવીઓની વસતી વધી તો સામે કચરો વધ્યો, કચરો વધ્યો તો કચરાનો નિકાલ માટે ખુટી જમીન, જમીન ખુટી તો ખેડુતો થયાં પરેશાન…….. અમે વાત કરી રહયાં છે ભરૂચ જિલ્લાની નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની કચરાના નિકાલની... ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો દૈનિક 100 ટન કરતાં વધારે કચરાનો માંડવા બુઝર્ગ ગામની સીમમાં આવેલી ડમ્પિંગ સાઇટ ખાતે નિકાલ કરવામાં આવે છે. છેલ્લા 27 વર્ષ ઉપરાંતથી આ સ્થળે કચરાનો નિકાલ કરવામાં આવતો હોવાથી હાલ કચરાનો 80 ફુટ ઉંચો ડુંગર જોવા મળી રહયો છે. માંડવા બુઝર્ગ ગામ ખાતે આવેલી ડમ્પીંગ સાઇટ નર્મદા નદીની નજીક હોવાથી પર્યાવરણ માટે ખતરારૂપ છે તેથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ડમ્પીંગ સાઇટ અહીંથી હટાવી લેવા આદેશ કર્યો છે પણ કોઇને કોઇ કારણોસર કેટલાય વર્ષોથી પાલિકા નવી ડમ્પીંગ સાઇટ બનાવી શકી નથી. નગર પાલિકાની હાલની ડમ્પીંગ સાઇટની વાત કરવામાં આવે તો કચરો 2000 ચોરસ મીટર વિસ્તાર તથા 80 ફુટ જેટલી ઉંચાઇ સુધી ફેલાય ચુકયો છે.

માંડવાબુઝર્ગ ખાતેથી ડમ્પીંગ સાઇટ ખાતે કચરાના ડુંગર ખડકાય ગયાં છે. કચરો આસપાસના ખેતરોમાં ફેલાતો હોવાથી ખેડુતો વિરોધ કરી રહયાં છે અને ભુતકાળમાં તેઓ ઘણીવખત આંદોલન કરી ચુકયાં છે. ભરૂચ, જંબુસર, આમોદ, અંકલેશ્વર નગરપાલિકા તથા આસપાસ આવેલી ગ્રામ પંચાયતોના હજારો ટન કચરાના નિકાલ માટે વાગરા જીઆઇડીસીમાં આવેલાં સાયખા ખાતે સેગ્રીગેશન પ્લાન્ટ બનાવવાનું નકકી કરવામાં આવ્યું હતું ,પણ બે વર્ષ ઉપરાંતથી આ પ્રોજેકટ ટલ્લે ચઢી ગયો છે. ભરૂચના તત્કાલીન કલેકટર રવિકુમાર અરોરાનું આ પ્લાન્ટ ચાલુ કરવાનું સ્વપન હજી સાકાર થયું નથી. કલેકટર બદલાય ગયા પણ પ્લાન્ટની કામગીરી આગળ વધી શકી નથી. મોડે મોડે જાગેલી નગરપાલિકાએ હવે માંડવાબુર્ઝગની ડમ્પીંગ સાઇટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામ નજીક લીગસી સાઇટ બનાવવામાં આવી છે. હાલ નગરપાલિકાએ રોજના 500 ટન કચરાનું સેગ્રીગેશન થાય તેવું મશીન વસાવ્યું છે. આગામી સાતથી આઠ મહિનામાં માંડવા બુઝર્ગની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટના કચરાનું સેગ્રીગેશન કરી દેવાશે. આ ઉપરાંત વાગરાના સાયખા ગામે બનેલા કચરાના નિકાલ માટેના પ્લાન્ટ ખાતે કચરાનો નિકાલ કરાશે..

Next Story