ભરૂચ : ગેલ ઈન્ડિયા કંપની દ્વારા સ્વચ્છતા પખવાડિયાની કરાય ઉત્સાહભેર ઉજવણી

કોરોના અંતર્ગત અનેક ગામોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો સિંગલ યુઝ પ્લાસ્ટિક, ગમે ત્યાં કચરો નહિ ફેંકવા અભિયાન છેડાયું

New Update
ભરૂચ : ગેલ ઈન્ડિયા કંપની દ્વારા સ્વચ્છતા પખવાડિયાની કરાય ઉત્સાહભેર ઉજવણી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ ગેલ ઇન્ડિયાના ગંધાર પ્લાન્ટ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના વેક્સિન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રચાર કરી જનજાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Advertisment

દર વર્ષે ગેલ ઇન્ડિયા ગંધાર દ્ધારા તા. 1થી 15 જુલાઈ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. ગેલ ઇન્ડિયા કંપની દ્વારા રોઝા ટંકારીયા, પહાજ, સાચણ, મોસમ અને વાગરા સહિત આસપાસના ગામોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કોરોના સામે લડવા વેક્સિનનેશન, હાથ સેનેટાઈઝ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ પર પુરતુ ધ્યાન આપવા ગ્રામજનોને આહવાન કરવામાં આવ્યું હતું. તદઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ થકી પશુઓના પેટમાં પ્લાસ્ટિકનો કચરો જતો અટકાવવા માટે પણ ખાસ પ્રચાર કર્યો હતો. સતત 15 દિવસ ચાલેલા સ્વચ્છતા પખવાડિયાના કાર્યક્રમ દરમ્યાન મેડિકલ ચેકઅપ કેમ્પ, આંતર વિભાગીય સફાઈ સ્પર્ધા, મહિલાઓ માટે ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન તેમજ બાળકો માટે પણ વિવિધ હરીફાઈ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ગેલ ઇન્ડિયા કંપનીના મુખ્ય મહાપ્રબંધક અને પ્રભારી એસ.કે.મુસલગાવકર, ઉપ મહાપ્રબંધક વિધુત કે.કે.સોની, એચ.આર. હેડ એલવીના આઇઝક દ્વારા ખાસ હાજરી આપી સ્વચ્છતા પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

Latest Stories