Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ખદબદતી ગંદકી વચ્ચે પણ ટંકારીયા ગામના નાના ભૂલકાઓ શાળાએ ભણવા જવા મજબૂર...

તીવ્ર દુર્ગંધ મારતા તળાવની વચ્ચે આંગણવાડી અને કન્યાશાળા ચાલી રહી છે, જ્યાં ભૂલકાઓ અને માસૂમ બાળાઓને સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે

X

એક તરફ સરકાર બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણની ગુલબાંગો હાંકે છે. તો બીજી તરફ, માસૂમ ભૂલકાઓનું ભવિષ્ય કિચ્ચડમાં રગદોળાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં ગ્રામ પંચાયતની લાપરવાહીના કારણે ગંદકીથી ખદબદતા અને તીવ્ર દુર્ગંધ મારતા તળાવની વચ્ચે આંગણવાડી અને કન્યાશાળા ચાલી રહી છે, જ્યાં ભૂલકાઓ અને માસૂમ બાળાઓને સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે. ભરૂચ જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા વહીવટી તંત્ર પણ આ કિસ્સામાં જાણે આંખ આડા કાન કરતા હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે.

ગ્રામ પંચાયત અને તંત્રની ઉદાસીનતાના કારણે આંગણવાડીમાં ભણતા ભૂલકાઓ અને કન્યાશાળામાં ભણતી માસૂમ બાળાઓના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે. જોકે, આંગણવાડીની બરાબર બાજુમાં જ કિચ્ચડમાં વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર પણ છે. જેથી ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર મામલે સ્થાનિક જાગૃત નાગરિકોએ ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા કલેક્ટરના ફરિયાદ નિવારણ કેન્દ્ર સુધી રજૂઆતો પણ કરી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા દેશનું ભાવિ કાદવ કિચ્ચડમાં રગદોળાતું હોય અને ત્યાં સ્વચ્છતાની વાતો પોકળ સાબિત થઈ રહી હોવાના પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.

Next Story