/connect-gujarat/media/post_banners/94380a61dcb9560cb795dbac6064af69d3dc7d97462fa9dd32854246fb28b202.jpg)
ભરૂચના સ્ટેશન રોડને અડીને આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજરોજ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચના સ્ટેશન રોડને અડીને આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજરોજ એક મકાનમાં આગ ફાટી નીકળતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા.મકાનમાં લાગેલ આગની ઘટનામાં ઘરની અંદર રહેલ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી તો બીજી તરફ ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવતા ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો