ભરૂચ : રાજપારડી ગ્રામ પંચાયત કચેરીમાં ફાટી નીકળી આગ, અંકલેશ્વરના મહાવીર ટર્નીગ નજીક કચરો ભડકે બળ્યો

હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા છે, ત્યારે તેના કારણે અનેક સ્થળોએ શોર્ટ સર્કિટ થવાના પણ બનાવો નોંધાઈ રહ્યા છે

New Update
ભરૂચ : રાજપારડી ગ્રામ પંચાયત કચેરીમાં ફાટી નીકળી આગ, અંકલેશ્વરના મહાવીર ટર્નીગ નજીક કચરો ભડકે બળ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગ્રામ પંચાયતમાં અચાનક આગ ભૂભકી ઉઠતાં ગ્રામજનોમાં દોડધામ મચી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નીગ નજીક કચરાના ઢગલામાં પણ આગ ફાટી નીકળી હતી

હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા છે, ત્યારે તેના કારણે અનેક સ્થળોએ શોર્ટ સર્કિટ થવાના પણ બનાવો નોંધાઈ રહ્યા છે. તેવામાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકમાં આવેલી રાજપારડી ગ્રામ પંચાયતમાં કોઈ કારણોસર વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. આગના કાળા ભમ્મર ગોટા નીકળતાં જ આગ લાગી હોવાની જાણ ગ્રામજનોને થતાં દોડધામ મચી હતી. બનાવના પગલે ગ્રામજનોના ટોળા પંચાયત કચેરી ખાતે ઊમટી પડ્યા હતા. આગ અંગેની જાણ સ્થાનિકોએ ઝઘડીયા GIDCના ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી, જ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ પર કાબુ મેળવાય તે પહેલાં પંચાયતમાં રહેલા તમામ કાળગો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમીક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, અંકલેશ્વર શહેરમાંથી પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના મહાવીર ટર્નીગ પર આવેલ કુબેર પામ્સ શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ કચરામાં આગ ફાટી નીકળી હતી, જ્યાં નજીકમાં જ રહેલ GEBના ટ્રાન્સફોર્મરને પણ આંશિક નુકશાન થયું હતું. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

Latest Stories