Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શુક્લતીર્થ ગામમાં પૂરના પાણી ચોથા દિવસે પણ યથાવત, પાણીમાં ડૂબી જતાં એક યુવાનનું મોત...

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં પૂર આવ્યાને આજે ચોથા દિવસે પણ ઘૂંટણસમા પાણી યથાવત રહેતા લોકોની હાલત કફોડી બનવા પામી છે

X

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં પૂર આવ્યાને આજે ચોથા દિવસે પણ ઘૂંટણસમા પાણી યથાવત રહેતા લોકોની હાલત કફોડી બનવા પામી છે, જ્યારે પૂરના પાણીમાં ડૂબી જતાં એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું છે.

નર્મદા નદીમાં આવેલ ભારે પૂરથી હજારો લોકો અસરગ્રસ્ત થયા છે, ત્યારે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાંથી પણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. પૂર આવ્યાને આજે ચોથા દિવસે પણ ઘૂંટણસમા પાણી યથાવત રહેતા ગ્રામજનોની હાલત કફોડી બની છે. રાજકીય નેતા અને વહીવટી તંત્ર ઉપર લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની જાણકારી કર્યા વિના પાણી આવી જતાં લોકોના ઘર તબાહ થઈ ગયા છે. આ વિસ્તારના અસરગ્રસ્તોને કોઈપણ પ્રકારની ખાદ્ય સામગ્રી કે, કોઈ પ્રકારની પૂછપરછ કરવા સુદ્ધાં કોઈ આવ્યું નહીં હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ હતું. તો બીજી તરફ, શુક્લતીર્થ ગામના 27 વર્ષીય યુવાનનું પૂરના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

Next Story