Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મહિલા દિવસે જ માતૃત્વનું ભાન ભૂલી નિષ્ઠુર જનેતા, મોટા કરારવેલ ગામે તરછોડ્યું નવજાત શિશુ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા કરારવેલ ગામ નજીકથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા કરારવેલ ગામ નજીકથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નિષ્ઠુર જનેતાએ નવજાત બાળકને ત્યજી દેતા લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

સમગ્ર ગુજરાત આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવામાં વ્યસ્ત બન્યું છે, ત્યારે માતૃત્વનું ભાન ભૂલેલ એક મહિલાનો શર્મશાર કિસ્સો મહિલા દિવસે જ પ્રકાશમાં આવ્યો છે. ઝઘડીયા તાલુકાના મોટા કરારવેલ ગામે આવેલ સાવન સિટી સોસાયટી નજીકથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિ અથવા જનેતા પોતાના તાજા જન્મેલા શિશુને તરછોડી પલાયન થઈ ગઈ હતી. બનાવના પગલે સ્થાનિકોએ 108 ઈમરજન્સી સેવાને ફોન કરી ઘટના સ્થળે બોલાવી હતી, ત્યારે 108ની ટીમે નવજાત શિશુનો કબજો મેળવી તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, ત્યારે હાલ તો વિશ્વ મહિલા દિવસે જ માતૃત્વ ભુલનાર નિષ્ઠુર માતાની પોલીસે શોધખોળ આરંભી વધુ તપસ શરૂ કરી છે.

Next Story
Share it