Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હાંસોટના વાંસનોલીથી મઠ મહેગામ સુધી માહ્યાવંશી સમાજે યોજી હરીબાવા ગોસાઈની પાલખી યાત્રા...

પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી હરીબાવા ગોસાઈની પાલખી યાત્રા હાંસોટ તાલુકાના વાંસનોલી ગામ ખાતેથી પ્રસ્થાન કરી મઠ મહેગામ સુધી આયોજિત કરવામાં આવી છે

ભરૂચ : હાંસોટના વાંસનોલીથી મઠ મહેગામ સુધી માહ્યાવંશી સમાજે યોજી હરીબાવા ગોસાઈની પાલખી યાત્રા...
X

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વાંસનોલી ગામથી મઠ મહેગામ સુધી માહ્યાવંશી સમાજ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી હરીબાવા ગોસાઈની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પદયાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

માહ્યાવંશી સમાજ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી હરીબાવા ગોસાઈની પાલખી યાત્રા હાંસોટ તાલુકાના વાંસનોલી ગામ ખાતેથી પ્રસ્થાન કરી મઠ મહેગામ સુધી આયોજિત કરવામાં આવી છે, ત્યારે આ પદયાત્રા આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી. આ પદયાત્રામાં 150થી વધુ ભાવિકભક્તો જોડાયાં હતા,

અને ઘણા વર્ષોથી સમાજમાં એકતા અને સુખ શાંતિ જળવાય રહે તેવાં હેતુ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છેતેવામાં આજે મહાશિવરાત્રિના પાવન અવસરે આ યાત્રા સવારે 4 કલાકે હાંસોટ તાલુકાના વાંસનોલી ગામથી પ્રસ્થાન હતી જે હાંસોટ, અંક્લેશ્વર થઈ મઠ મહેગામ ખાતે સમાપન થશે, ત્યારે આજે પદયાત્રીઓ અંકલેશ્વર ખાતે વિસામો લઈ મઠ મહેગામ ખાતે રવાના થયા હતા.

Next Story