/connect-gujarat/media/post_banners/447e4796fd6bf245dadb93da3071abaf33547459b199aed96ec60542bc626171.jpg)
ભરૂચના હાંસોટ નજીક આગળ ચાલતા કન્ટેનરમાં પાછળથી કાર ભટકાતા ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કારમાં સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
ભરૂચના હાંસોટ તાલુકાના રાયમા ગામ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. સુરત તરફથી અંકલેશ્વર તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલ એક કાર રાયમા ગામ નજીક આવેલ વાલનેર પાટીયા પાસે આગળ ચાલતા ટેન્કર સાથે ધડાકાભેર અથડાય હતી જેના પગલે ડ ઓદધામ મચી જવા પામી હતી. મોદી રાતર એ સર્જાયેલ અકસ્માતના કારણે નજીકમાં આવેલ કંપનીના કંરચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢ્યા હતા જો કે કારમાં સવાર બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા જ્યારે કારમાં પાછળ બેઠેલ એક યુવાન ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં મૂળ બાલોતા ગામના નીરવ પટેલ અને અન્ય એક યુવાન ભાવિન પટેલનું કરૂણ મોત નિપજયુ છે. યુવાનો લગ્નપ્રસંગમાં હાજરી આપી અંકલેશ્વર જઈ રહ્યા હતા એ દરમ્યાન આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.