ભરૂચ: અંકલેશ્વરની અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર, નજીકમાં આવેલ કંપનીના 6 કામદારોને ગેસની અસર થતા સારવાર અર્થે ખસેડાયા

અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા 6 કામદારોને ગેસની અસર થઈ હતી

New Update
ભરૂચ: અંકલેશ્વરની અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર, નજીકમાં આવેલ કંપનીના 6 કામદારોને ગેસની અસર થતા સારવાર અર્થે ખસેડાયા

અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતા 6 કામદારોને ગેસની અસર થઈ હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આજરોજ ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બની હતી. અંકલેશ્વની અમલ લિમિટેડ કંપનીમાં રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમ્યાન ગાસકેટમાંથી સલ્ફર ડાયોક્સાઈડ નામનો ગેસ લીક થયો હતો.હવાની દિશાના કારણે ગેસ કંપનીના પાછળના ભાગે વછૂટયો હતો જેના પગલે અમલ લિમિટેડ કંપનીની પાછળના ભાગે આવેલ ટેગરોસ કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ કરતાં 6 કામદારોને ગેસની અસર થઈ હતી. ટેગરોસ કંપનીમાં કામ કરતા રાહુલ શર્મા,બિસ્વાલ ભગીરથી, રાજૂ ઠાકોર,ધર્મેન્દ્ર કુમાર સહિત અન્ય 2 કામદારોને ગેસની અસર થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાની સાથે જ ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે