Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ટંકારિયા ગામમાં રહેતી મહિલાને સાઉદી અરેબિયાથી પતિએ વોઇસ મેસેજ દ્વારા તલાક આપ્યા,પોલીસ ફરિયાદ નોધાઈ

ભરૂચના ટંકારીયા ગામે ચોંકાવનારો કિસ્સો સાઉદી અરેબિયા રહેતા પતિનું કરતૂત પતિ સહિત 5 સાસરિયા સામે ફરિયાદ પાલેજ પોલીસ મથકે ગુનો નોંધાયો તલાકના નવા કાયદા હેઠળ ગુનો દાખલ

X

ભરૂચના ટંકારીયા ગામે રહેતી મહિલાને સાઉદી અરેબિયામાં રહેતા પતિએ વોટ્સએપથી વોઈસ મેસેજ મોકલી તલાક આપતા પાલેજ પોલીસ માતહકે મુસ્લિમ મહિલા લગ્ન અધિકારી રક્ષણ અધિનિયમ હેઠળ પતિ સહિત 5 સાસરિયાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચમાં વોટ્સએપ પર વોઈસ મેસેજ મોકલી પતિએ પત્નીને તલાક આપ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આમોદની નવી નગરીમાં રહેતી 30 વર્ષીય શહેનાઝ દીવાનના 15 વર્ષ પૂર્વે ટંકારીયા ખાતે રહેતા હુસેન ઐયુબ દીવાન સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેઓને સંતાનમાં એક દીકરો અને દીકરી પણ છે. જો કે લગ્નના થોડા દિવસો બાદ સાસરીયાઓએ શહેનાઝને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું દરમ્યાન તેમનો પતિ હુસેન ઐયુબ દોઢ વર્ષ પૂર્વે નોકરી માટે સાઉદી અરેબિયા ગયો હતો. ગત તારીખ ચોથી ઓગષ્ટના રોજ ફરી તેનો સાસરિયાઓ સાથે ઝઘડો થયો હતો. જે બાબતે સાસરિયાઓએ પતિ હુસેન ઐયુબને ફોન કરી જાણ કરી હતી. આ બાદ હુસેન ઐયુબે શહેનાઝને સાઉદી અરેબિયાથી ફોન કરી મારે તારી સાથે નથી રહેવું અને તું તારા ઘરે જતી રહે સહિતની વાત કહી હું તને તલાક આપું છું એવું કહેતા શહેનાઝે ફોન કટ કરી દીધો હતો જો કે હુસેન ઐયુબે વોટ્સએપના વોઈસ મેસેજથી "હું શહેનાઝને તલાક આપું છું કહી ત્રણ વાર તલાક શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું. ડરી ગયેલ શહેનાઝે તેના ભાઈને આ બાબતની જાણ કરતાં તે તેને પોતાની સાથે ઘરે લઈ આવ્યો હતો. આ અંગે ફરિયાદી શહેનાઝે પાલેજ પોલીસ મથકે ફરિયાદ આપતા પાલેજ પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર રક્ષણ અધિનિયમ હેઠળ પતિ સહિત 5 સાસરીયાઓ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story