/connect-gujarat/media/post_banners/3b6c606f3e818719e28284e478645880ea6ab55214da78b3d05a3b2b683e22d4.jpg)
ભરૂચ શહેરના સર્વે નંબર 94માં આવેલા આશ્રમ સોસાયટી નજીક માલિકીની જમીન ઉપર જગન્નાથ મંદિરના સંચાલકોએ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે મામલો કોર્ટમાં પહોચ્યો છે, ત્યારે કોર્ટના આદેશ બાદ આખરે જગન્નાથ મંદિરે કરેલા દબાણો દૂર કરાતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
ભરૂચના આશ્રય સોસાયટી નજીક મુકેશ પ્રજાપતિનો પ્લોટ આવેલો છે, અને આ પ્લોટમાં નજીકમાં રહેલા જગન્નાથ મંદિરના સંચાલકોએ ગેરકાયદે દબાણો ઊભા કર્યા હોવાના આક્ષેપ સાથે તેઓએ ન્યાયાલયના દ્વાર ખખડાવ્યા હતા. જે લાંબી પ્રક્રિયા બાદ આખરે ફરિયાદી મુકેશ પ્રજાપતિની તરફેણમાં કોર્ટે હુકમ કરતા ભરૂચ જિલ્લા મામલતદાર સહિત પોલીસ અધિકારીઓની હાજરીમાં જગન્નાથ મંદિરના સંચાલકોએ કરેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી,
ત્યારે એક સમયે જગન્નાથ મંદિરની આસપાસનો સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. તંત્રએ પણ જેસીબીની મદદથી ગેરકાયદેસર ઊભા કરાયેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરતા મંદિર સંચાલકોમાં પણ ખળભળાટ મચી ગયો હતો.