Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગ રેલ્વે સ્ટેશન નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, દબાણકર્તાઓમાં ફફડાટ...

નેત્રંગ ખાતે રેલ્વે સ્ટેશનની હદમાં આવેલા 350થી વધુ ગેરકાયદેસર દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા.

X

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રેલ્વે સ્ટેશનની હદમાં આવેલા 350થી વધુ ગેરકાયદેસર દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર રેલ્વે વિભાગની તપાસમાં હકીકત બહાર આવી હતી કે, નેત્રંગ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રેલ્વેની જમીન (જગ્યા) ઉપર મોટા પાયે લોકોએ ગેરકાયદેસર દબાણો ઉભા કરી દીધા હતા. રેલ્વેની જમીન ઉપર મકાનો અને દુકાનો ઉભા કરી દેનાર દબાણકર્તાઓને જાતે જ ખસી જવા નોટિસ આપી તાકીદ પણ કરાઈ હતી. જોકે, તેઓ નહીં હટતા બુધવારના રોજ વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેલ્વેના સિનિયર સેક્શન એન્જીનીયર વીરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, આ મામલે 17 જેટલા દબાણકર્તાના કેસ ચાલી રહ્યા છે. તેને બાદ કરતાં 367 જેટલા દબાણોનો સફાયો બોલાવવા રેલ્વે આર.પી.એફ. અને સ્થાનિક પોલીસને સાથે રાખીને મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી બહાર ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

Next Story