ભરૂચના હાથીખાના બજાર વિસ્તારના મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળવાના મીડિયામાં અહેવાલ પ્રાસરિત થતાં નાગર પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી
જુના ભરૂચમાં અનેક ધાર્મિક મંદિરો આવેલા છે અને તેમાંય હાથીખાના બજાર નજીકના જાહેર માર્ગ પર મંદિરની નજીકથી પસાર થતી ગટરનું પ્રદૂષિત પાણી સીધેસીધું મંદિરમાં પહોંચ્યુ હોવાના વિડિયો બાદ મીડિયાના અહેવાલ પછી મોડે મોડે પણ પાલિકાએ આ બાબતે મંદિર નજીકથી પસાર થતી ડ્રેનેજ લાઇનને અન્ય ગટરની ચેમ્બરમાં ડાયવર્ટ કરી કાયમી નિકાલ કરતા પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું.હાથીખાના બજાર નજીક આવેલ દૂધેશ્વર મહાદેવના મંદિરમાં ગટરનું પ્રદૂષિત પાણી વારંવાર ફરી રહ્યું હોવાની રજૂઆત પાલિકા તંત્રને કરવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું
પરંતુ મંદિરમાં ભરાતા ગટરના પાણીના પ્રશ્નના કાયમી નિકાલ માટેના પ્રયાસો થાય તે માટે મીડિયાએ સમગ્ર અહેવાલને તંત્ર સમક્ષ રજૂ કરતાં નગર પાલિકાએ તાબડતોબ જે ગટરનું પાણી મંદિરમાં ફરી વળતું હતુ તે બંધ કર્યું હતુંભરૂચ: હાથીખાના બજાર નજીકના મંદિરમાં ગટરનું પ્રદૂષિત પાણી જતુ અટકાવવા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાય