Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડીયા અને નેત્રંગમાં કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો, સ્થાનિકોએ જણાવ્યા અનેક ફાયદા....

રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહ્યો છે.ત્યારે હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

X

રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહ્યો છે.ત્યારે હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.ભરૂચ જિલ્લાના ઝઘડીયા ,નેત્રંગ , ઉમલ્લા,વાલિયા જેવા તાલુકા અંતરિયાળ વિસ્તારના મુખ્ય માર્ગો અને જંગલોમાં કેસૂડાની હારમાળાએ ભારે આકર્ષણ જમાવ્યું છે, વાસ્તવમાં કેસૂડાના ફુલો અને કસુંબલ રંગથી હોળી-ધૂળેટી રમવા પાછળ સ્વસ્થ આરોગ્યપ્રદ હેતુ રહેલો છે.

ફાગણ મહિનાના આગમન ટાંણે કેસૂડાના ફૂલ ખીલતા હોય છે. ઉનાળાના 4 મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસૂડો ખૂબ જ ઉપયોગી છે. હાલ કેસૂડાની જગ્યાએ કેમિકલ રંગોના લીધે આરોગ્ય સુધારવાની જગ્યાએ વધારે બગડે છે. કેસૂડો માત્ર ધૂળેટી રમવા પૂરતુ સિમિત નથી, પરંતુ કેસૂડો એક અમૂલ્ય ઔષધિ તરીકે અને અસંખ્ય રોગોને શરીરથી દૂર રાખી તંદુરસ્ત રાખવામાં પણ મહત્વ ધરાવે છે.

Next Story