/connect-gujarat/media/post_banners/57f897d46ded7c3c12e3b16c57eddec593c14c8bb23bb45881583181b8872f04.jpg)
ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે સમસ્ત ઇલાવ ગામ દ્વારા તૃતીય આમંત્રિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના હાંસોટના છેવાડાના ગામ ઇલાવ ખાતે યુવાનોમાં ખેલ પ્રતિભા વિકસે એ માટે વિવિધ રમત પ્રત્યોગિતાનું આયોજન કરવામાં આવે છે તાજેતરમાં જ ઇલાવ પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન બાદ શનિવારના રોજ આમંત્રિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ,અંકલેશ્વર તાલુકા પંચાયત અનિલ પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ ભરત પટેલ,ભાજપના બક્ષીપંચ મોરચાના હર્ષદ પટેલ,હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ સહિતનાના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આમંત્રિત વોલીબોલ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સોનગઢના પ્રફુલ્લ માંડલની ટીમ વિજેતા બની હતી જ્યારે રનર્સઅપ આહવાના કૌશિક જાદવની ટીમ રહી હતી. વિજેતાઓને આમંત્રિતોના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આમંત્રિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન પલક વોટરના વિનોદ પટેલ અને દિવ્યેશ પટેલ તેમજ ગામના આગેવાનો અને યુવાનોના સહયોગથી કરવામાં આવ્યું હતું.