/connect-gujarat/media/post_banners/67c213248339bd5076e4882ce4e17a6a9347efaf5faba9894d946cb78a0b9c36.webp)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના છીદ્રા ગામે વણકર સમાજના સ્મશાનમાં વણકર લાલજી ભગતની સમાધીને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમાજના આગેવાનોએ જંબુસર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. જંબુસર તાલુકાના છીદ્રા ગામે વણકર સમાજમાં લાલજી ભગત તરીકે ખ્યાતિ પામી વણકર સમાજ અને અન્ય સમાજમાં પ્રભુની ભજનના માધ્યમ દ્વારા ભક્તિ કરી છીદ્રા પંથકમાં ભજનોની આહલેક જગાડનાર લાલજી ભગતની સમાધીને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ નિંદનીય ઘટનાની જાણ “છપ્પન છત્રીસી” 92 ગામ વણકર સમાજના આગેવાનોને થતાં સ્થળ પર પહોંચી ઘટનાનું નિરીક્ષણ કરી જંબુસર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી આ મામલે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ વાત વાયુવેગે પંથકમાં ફેલાતા સમગ્ર જંબુસર તાલુકા અને "છપ્પન છત્રીસી" 92 ગામ વણકર સમાજની લાગણી દુભાતા સમાજમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. આધુનિક યુગ અને 21મી સદીમાં સમરસતા જાતિવાદના દુષણને ડામવાની વાત કરતા સમાજની માનસિકતા ક્યારે બદલાશે જેની કોઈ સીમા નથી હોવાનું પણ સમાજના આગેવાનોએ જણાવ્યુ હતું.
/connect-gujarat/media/media_files/2025/07/26/conn-2025-07-26-22-31-26.jpg)