ભરૂચ: જંબુસર અને આમોદ ન.પા.ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર,જુઓ કોણે મારી બાજી

ભરૂચની જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી યોજાય હતી જેમાં જંબુસરમાં કોંગ્રેસ તો આમોદમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો...

New Update
ભરૂચ: જંબુસર અને આમોદ ન.પા.ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર,જુઓ કોણે મારી બાજી

ભરૂચની જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી યોજાય હતી જેમાં જંબુસરમાં કોંગ્રેસ તો આમોદમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો

ભરૂચની જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર ૭ની યોજાયેલ પેટા ચુંટણીની મત ગણતરી આજરોજ ચુંટણી અધિકારી એમ.બી.પટેલ તથા મદદનીશ ચુંટણી અધિકારી વિનોદ પરમારની ઉપસ્થિતિમા પ્રાંત કચેરી યોજાઈ હતી.જેમા મતગણતરીના અંતે કોંગ્રેસ ઉમેદવાર કાદરબેગ મિર્ઝાને તેમના પ્રતિસ્પર્ધી કરતા વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરતા તેઓના સમર્થકો તથા ટેકેદારોમા ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

આ તરફ આમોદ નગર સેવા સદનમાં પણ પેટા છૂટની યોજાય હતી જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા.અગાઉ ભારતીય જનતા પાર્ટીના આમોદ પાંચ સભ્યોએ રાજીનામ આપ્યા હતા જે પૈકી ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો હતો જ્યારે એક અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે

Latest Stories