ભરૂચ- દહેજ રોડ પરના જંબુસર ઓવરબ્રિજ પર સમારકામની કામગીરીને લઈને 21 થી 23 એપ્રીલ દરમ્યાન બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તા.૨૧ એપ્રિલ થી તા. ૨૩ એપ્રિલ ૨૦૨૩ના રોજ સવારે ૦૮:૦૦ કલાક સુધી ભરૂચ -દહેજ રોડ પરના જંબુસર બાયપાસ ઓવર બ્રિજ પર વાહન વ્યવહારની અવર જવર પર પ્રતિબંધ મુકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાંધલે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.
બ્રિજના સમારકામ માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માર્ગ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શેરપુરા ત્રણ રસ્તાથી જંબુસર બાયપાસ બ્રિજ ઉપર થઈ મનુબર ચોકડી સુધીના રસ્તા પરનાં વાહનોને શેરપુરા ત્રણ રસ્તા થઈ જંબુસર બાયપાસ બ્રિજ નીચે સર્વિસ રોડ પરથી મનુબર ચોકડી તરફ ડાયવર્ટ કરવાના રહેશે.વાહન વ્યવહાર પર પ્રતિબંધના કારણે વાહનચાલકોને આ દરમ્યાન હાલાકીનો સામનો કરવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં પણ ઓ.એન.જી.સી.ઓવરબ્રિજ સમારકામ માટે બંધ રાખવામા આવતા આજે ચારે તરફ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે ટ્રાફિકના નિયમન માટે તંત્ર દ્વારા યોગ્ય એક્ષન પ્લાન બનાવવામાં આવે એ જરૂરી છે.