જંબુસર વિધાનસભાના પ્રભારી ધીરુભાઈ ગજેરાની અધ્યક્ષતામાં જંબુસર શહેર તેમજ તાલુકા ભાજપના કાર્યકરો અને આગેવાનોની મીટિંગ જંબુસર રેસ્ટહાઉસ ખાતે યોજાઇ.આગામી વિધાનસભા ઈલેક્શનને લઈને "હર ઘર તિરંગા" તેમજ પેજ કમિટી સદસ્યતા અભિયાન જેવા કામો પર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિવિધ કાર્યોક્રમોના માધ્યમ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા અને પ્રજા અને ભાજપની રાષ્ટ્રપ્રેમની વિચારધારાને લઇ પ્રજા વચ્ચે સુમેળ સાધવા અને સતત પ્રજાના સંપર્કમાં રહેવા નિર્દેશ કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જંબુસર વિધાનસભા પ્રભારી ધીરુભાઈ ગજેરા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા મંત્રી કૃપાબેન પટેલ, માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી અને કિરણભાઇ મકવાણા સહિત તાલુકા તેમજ શહેરના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.