Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર ધારાસભ્ય આવ્યા ખેડૂતોની વ્હારે; ખેતીમાં થયેલ નુકસાની અંગે સી.એમ.ને કરી રજૂઆત

જંબુસર, આમોદના ગામોમાં ખેતીના પાકના પાનમાં વિકૃતિ, ધારાસભ્ય સંજય સોલંકીએ સીએમ રૂપાણીને રૂબરૂ મળી કરી રજૂઆત.

X

ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાના અનેક ગામોમાં ખેતીના પાકના પાનમાં વિકૃતિ આવતા ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ અને વાગરા તાલુકામાં ચાલુ વર્ષે છેલ્લા કેટલાક સમયથી ઉભા પાકના પાનમાં તેમજ વૃક્ષોમાં વિકૃતિ આવતા ખેડૂત મુંજવણમાં મુકાઈ ગયો છે. ચાલુ વર્ષે વરસાદમાં પણ જરૂરિયાત મુજબ પડ્યો નથી તેની સામે મહામહેનતે ઊભા પાકમાં આવતી વિકૃતીથી ધરતીપુત્રોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે તેમ છે. ત્યારે જંબુસર અને આમોદ તાલુકામાં પણ ખેતીમાં વ્યાપક નુકસાન પહોચ્યું છે ત્યારે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ રૂબરૂ ખેતરમાં જઈને નિરીક્ષણ કર્યું અને ખેડૂતોની સમસ્યા જાણી હતી.

જંબુસરના ટંકારી, કાવા, લીમચ, પાંચકડા, કલક જેવા અનેક ગામોમાં મોટી સંખ્યામાં ઊભા પાકને નુકસાની વેઠવી પડી છે. ત્યારે ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા જંબુસર અને આમોદ તાલુકામાં થયેલા ખેતીમાં નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી. જંબુસર અને આમોદના ખેડૂત આગેવાનોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને આમોદ ગામમાં ખેડૂતો છેલ્લા ઘણા વર્ષથી કપાસ તેમજ અન્ય પાકો અને વૃક્ષોના પાનમાં આવતી વિકૃતિનો સામનો કરવા સાથે આર્થિક નુકશાન વેઠી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની અધ્યક્ષતામાં કૃષિ નિષ્ણાતો દ્ધારા અગાઉ 2015-16 માં પાનમાં 2-4ડી નામના રસાયણથી વિકૃતિ આવી હોવાનું ગઠિત કમિટીએ તારણ કાઢ્યુ હતુ. તેમ છતાય હજુ સુધી કસૂરવાર કંપની સામે ઉચિત પગલાં નહિ લેવાતા ચાલુ વર્ષે પણ પાકોમાં વિકૃતિ દેખાતા ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થવા પામ્યો છે.

Next Story